Gujarati Ghazal 4u

www.ghazalspecials.blogspot.com

By Ritesh Patel

પાન

હું તો છું લીંબડાનું પાન
તમે નાગરવેલનું સમજો
તો હું શું કરું ?
હું તો છું આંબલીનુ પાન
તમે તુલસીનું સમજો
તો હું શું કરું ?
હું તો છું ખાજવણીનું પાન
તમે મહેંદીનું સમજો
તો હું શું કરું ?
‘કપિલ’તો છે સૂકાયેલું પાન
તમે એને લીલું સમજો
તો હું શું કરું ?
-કપિલ દવે

જીવન જીવી-જીવી બહું થાક્યો છું હું !

જીવન જીવી-જીવી બહું થાક્યો છું હું !
કોઈ તો થાક ખાવા વિસામો આપો.
બધાંને સાચવામાં રહ્યો તો થયું અવું કે,
જેને સાચવ્યા એ જ છોડી ગયા છે મને.
પાણીની જેમ સંબંધમાં આકાર લઈ જોયો મેં,
પણ સાચવતાં-સચવતાં રેળાય ગયો છું હું.
-સર્વદમન

સખિ ! ચંદ્ર ઉગ્યો મુજ ઉર આકાશે,

સખિ ! ચંદ્ર ઉગ્યો મુજ ઉર આકાશે,
વિણ તારા ક્યમ રાત જાશે ?
શ્યામ રાત્રિ સમ જીવન મધ્યે,
હ્રદય પ્રકાશ્યું તવ સાનિધ્યે -
શીતળ ચાંદની તારી છાયા,
મળી ! પછી શું જગની માયા ?
સખિ ! ચંદ્ર ઉગ્યો મુજ ઉર આકાશે.
તવ પ્રેમેન્દુના પુનિત સ્પર્શથી,
હ્રદય વીણાના તાર પરથી -
સુણ્યાં મેં બસ ગીત તારાં !
સુંદર મધુરાં પ્યારાં પ્યારાં !
સખિ!ચંદ્ર ઉગ્યો મુજ ઉર આકાશે [...]

ચાલો, તમે જો મારા પગલે પગલે

ચાલો, તમે જો મારા પગલે પગલે
રાહમાં તમારી, હું તારા બિછાવું
આવો તમે જો મળવાને રાતમાં
હથેળીમાં ચાંદને, લઈને હું આવું
તિમિરને આંખમાં સમાવી લો
કાજળને કહીને અલવીદા તમે
સૂરજની લાલીને ગાલમાં દબાવી લો.
ચંદનના લેપને ઉખાડી તમે
દઈદો તમે જો પ્રેમનો મદીરા
દિલની પ્યાલી, લઈને હું આવું
સપનું હતું, મારી આંખોમાં છેકથી
પરી કોઈ, મારી દિલરૂબા બને.
છુપાવીને રાખે, રાતદિન હૃદયમાં
બનાવીને એની, ધડકન મને
તમે મારા મનની [...]

કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?

કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?
મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ.
એકાન્તની ક્ષણો, એ અમારે નસીબ ક્યાં ?
સ્વજનો તજીને જાય તો સરજે છે સભા યાદ.
નાનકડા નીલ વ્યોમથી ટપકી રહી’તી જે,
જલધારા ફક્ત યાદ ને મોસમ, ન ઘટા યાદ.
વીસરી ગયો’તો એમને બે ચાર પળ કબૂલ,
આપી ગયા હવે એ જીવનભરની સજા યાદ.
એને પૂછી [...]

ગોઝારી ચોટ…!!!

ન પુછો એ દોસ્તો કે કેવી અમે પ્રેમ ની ચોટ ખાધી છે
કે ભાવ અમારા ઉપસાવતા ખુદ ચિત્રકાર ને રડવું પડ્યુ…!!!
આપતા અર્પી દીધી જિંદગી વિરહ ને હવાલે એણે
પછી હાલ આ ‘અંકુર્ ના નિહાળી ખુદ સર્જનહાર ને રડવું પડ્યુ…!!!
હસમુખ ધરોડ ‘અંકુર’

કેવો અજબ દુનિયાએ દસ્તુર કરી દીધો છે !!

કેવો અજબ દુનિયાએ દસ્તુર કરી દીધો છે !!
એક કામના માણસને નકામો કરી દીધો છે.
ભણતરના નામે ગણતરમાં લૂલો કરી દીધો છે.
સંબંધોમાં નફાનો હિસાબ ઉમેરતો કરી દીધો છે.
ભક્તિના નામે બાવાઓ ને નમતો કરી દિધો છે.
પ્રાણ વગરની મૂર્તિઓને પુજતો કરી દીધો છે.
ડાહ્યો કહી ચિઠ્ઠીનો ચાકર કરી દીધો છે.
ગાંડો કહી સાચું બોલતો બંધ કરી દિધો છે.
માયાએ કાયાને પ્રેમ કરતો [...]

બેવફાઈના દર્દ’થી જન્મેલી પંક્તિઓ….

બેવફાઈના દર્દ’થી જન્મેલી પંક્તિઓ….
—————————————————-
હા, રોજ સવારે સુરજમુખીની જેમ ખીલું છું હું,
અને રોજ સાંજે સુરજમુખીની જેમ કરમાઈ જાઉં છું હું.
કદાચ મારી ભુલ હતી કે -
તને સુરજ માની લીધો હતો મેં.
————————————————-
પોતાની બેવફાઈને ખૂબસુરત બહાના હેઠળ ઢાંકતા રહ્યા એ,
અને અમે એવા નાદાન કે અમારી વફા પણ પૂરવાર ના કરી શક્યાં !
——————————————–
હવે…….?
કહયું હતું ને મેં તને,
કે વાદળ બનીને વરસ [...]

મને મંજિલ મળી જાય

મને મંજિલ મળી જાય
તું કદમ થી કદમ મિલાવે તો
મારી ધડકન બની જાય
તું શ્વાસ થી શ્વાસ મહેકાવે તો
મને પ્રેમ થઈ જાય
તું દિલ થી દિલ મિલાવે તો
કંઈક વાત બની જાય
તું નજરો થી નજર મિલાવે તો
મારી જિંદગી સફળ બની જાય
તું પ્રેમ થી સ્મિત રેલાવે તો
‘કપિલ’ની કવિતા અમૃત બની જાય
તું શબ્દોનો સાથ પુરાવે તો
-કપિલ દવે

કોણ કહે છે કે હું પાગલ છું

કોણ કહે છે કે હું પાગલ છું
હું તો કુદરતની મસ્તીનો ચાહક છું
કોણ કહે છે કે હું બેઈમાન છું
હું તો કુદરતની મસ્તી પર ઈમાન ગુમાવી બેઠો છું
કોણ કહે છે કે હું બેરહેમ છું
હું તો આ કુદરતની રહેમ નિહાળી રહ્યો છું
કોણ કહે છે કે હું બેવફા છું
હું તો કુદરતની વફાથી બંધાયેલો છું
કોણ કહે છે કે હું નફરતને [...]

No Comment

Post a Comment