Gujarati Ghazal 4u

www.ghazalspecials.blogspot.com

By Ritesh Patel

હસમુખ ?

દિલ ની શિલા પર પ્રિયે તવ નામ કોતરાઇ ગયુ
જેમ ચમન માં સુમન નુ દામન પરવાનાઓથી રંગાઇ ગયુ…!!!
યાદોનુ ફોરું મુજ શરીર ની ચોપાસ વેરાઇ ગયુ
તેમાંનુ એક અધોબિદુ બની તવ પગપાની એ છુદાઇ ગયુ….
સતત જોતુ વાટ તારી એ પોપચુ જ આજ બિડાઇ ગયુ
નિરંતર હતી જે ને તારી પ્રતિક્ષા એ મનડુ જ દુભાઇ ગયુ
ઇશ્ક ની બજારમાં મુજ દિલ [...]

હાયકુ

જેટલું સુખ
તેનાથી બમણી છે
ભવની ભૂખ
હોસ્પિટલનું
અત્તર અટલે આ
ફિનાઈલ છે
આ માતૃભાષા
એ તો છે સંસ્કૃતિનાં
પ્રાણ સમાન
બગાસું એ તો
ઊંઘના આગમન
નુ એંધાણ છે
રાખડી એ તો
છે, ભાઈ બહેનનુ
પ્રેમ પ્રતિક.
આ સંસ્કૃતિનું
રક્ષણ કરે એવા
સંત શોધુ છું
પારકા પાસે
ભાગીયે તો પોતાનુ
છુટી જાય છે
-કપિલ દવે

રાખી-ફક્ત તારા જ માટે

આજે ઑફિસથી ઘરે જઈશ ઉમંગે-ઉમંગે,
સજાવીશ ‘રાખી’ની થાળી ઉમંગે-ઉમંગે.
મૂકીશ ચપટી કંકુ ને સાથે ચપટી ચોખા;
કહીશ - આપણે ક્યાં છે અંતરથી નોખાં?
આજે ‘રાખી’,છલકે આંસુ બની પ્રેમ બહેનાનો;
જોઇયે છે પ્રેમ,બાકી મને શોખ ક્યાં છે ગહેનાનો?
રેશમી દોરી છે, પણ ગાંઠ મજબૂત છે;
આપણે દૂર છીએ, પણ સંબંધ સાબૂત છે.
- કેનેડા આવતાં પહેલાં -
યાદ છે બાંધી’તી રાખડી,ને ખવડાવી’તી થોડી મિઠાઈ;
કેવી ભરાઈ [...]

રક્ષાબંધન

આજ બહેન ભાઈ ને બાંધશે અમર રાખડી,
આજ બહેન ભાઈ ને દેશે અમર આશીર્વાદ;
ને ભાઈ આપશે બહેનને અમુલ્ય ભેટ સોગાદ,
ભાઈ કરશે બહેનની રક્ષા જીવનભર;
આજ બ્રાહ્મણો બદલાવશે પવિત્ર જનોઈ,
ને આપશે યજમાનોને અમર આશીર્વાદ;
ખારવા નાળિયેર અર્પણ કરી દરિયાદેવને,
કરશે વિનંતિ લાજ રાખજો જીવનભર;
કોઈ કહે છે રક્ષાબંધન,કોઈ કહે બળેવ,
આજ ઘણાં ઉજવશે કહી નાળિયેરી પૂર્ણિમા;
પણ આજ ચોધાર આંસુડે રડશે બહેન,
‘કપિલ’ જેને [...]

મારા સ્પર્શ ને રોકશો તમે

મારા સ્પર્શ ને રોકશો તમે ,
તમને સ્પર્શી મને અનુભવાતી હવાને કેમ રોકશો !!
તમને જોતા રોકશો મને ,
તમારી તસવીર ને નયનમાં ઉભરતી કેમ રોકશો !!
મદીરાલયમાં જતા રોકશો મને ,
તમારા નયનના જામ પીતા કેમ રોકશો મને !!
તમારા ડગ જોડે ડગ માંડતા રોકશો મને ,
તમારા પગલા પર ચાલતા કેમ રોકશો મને !!
તમારા જીવનમાં પ્રવેશતો રોકશો મને ,
તમારી યાદમાં [...]

હજી તો મળવાની શરૂઆત થઇ છે.

હજી તો મળવાની શરૂઆત થઇ છે.
ઘણું સમજવાનુ બાકી છે.
હૈયાની ઉર્મીઓને વહેવા દો.
પ્રેમ પારાવારમાં ના’વા દો.
નજર નજરથી મળવા દો.
અન્તરની ઉર્મીઓને ટકરાવા દો.
સમયના વ્હેણ સાથે જીવવા દો.
પ્રેમની કદર એક્મેક્ને થાવા દો.
પ્રેમની કબુલાતનો સમય આવવા દો.
પ્રેમનો એકરાર થાવા દો.
- શાંગ્રીલા પંડ્યા

તું ઢાળ ઢોલીયો, હું ગઝલનો દીવો કરું,

તું ઢાળ ઢોલીયો, હું ગઝલનો દીવો કરું,
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને.
-મનોજ ખંડેરિયા

મારી ગઝલોનાં બે મૂળ.

મીઠાં શમણાં, વસમાં શૂળ,
મારી ગઝલોનાં બે મૂળ.
ચોતરફ મૌન, મૌનની વચ્ચે
એક તલસાટ કાયમી તે ગઝલ.
-અમ્રુત ઘાયલ’

આંખને ખૂણે હજીયે ભેજ છે,

આંખને ખૂણે હજીયે ભેજ છે,
આ ગઝલ લખવાનું કારણ એ જ છે.
-ચિનુ મોદી

પ્રેમની છે બાદબાકી જીવનમાં

પ્રેમની છે બાદબાકી જીવનમાં,
વેદનાના થાય છે સતત સરવાળા,
કોઇ નથી જે કરે દુખનો ભાગાકાર,
છે બધા તેનો ગુણાકાર કરવાવાળા,
ખુલતી નથી બધી ચાવીઓ અજમાવી લીધી,
નસીબને લાગી ગયા છે કંઇક ઍવા તાળા,
થઇ ગયા છે ખુબ જ દુર એ મારાથી,
કાલ સુધી જે હતા મારી પાસે રહેનારા,
કેમ ભરાશ ઝખ્મૉ હદયના જે આપ્યા છે એમણે,
જે હતા ક્યારેક મારા ઘાવને ભરનારા,
આંખોમા સપના આંજી [...]

પહેલી નજરનો પ્રેમ

બે-ચાર વાત થઇ અને એક-બે મુલાકાત થઇ
અમે વિચારતા રહ્યા અને શ્વાસો કોઇની સૌગાત થઇ
નિરાશાની ગર્તામાં ડૂબેલું હતું મન મારુ આયખાથી
જ્યારથી તું જીવનમાં આવી, મૃત આશાઓ હયાત થઇ
તારા જ સ્વપ્નનાં સાગરમાં છબછબીયાં કરે છે જિંદગી
નથી ખબર ક્યારે દિવસ અને ક્યારે રાત થઇ
બચપણથી જ હકૂમત ચલાવતો આવ્યો દિલ પર
ફક્ત એક મીઠી નજર અને મારી સત્તા મહાત થઇ
-રમેશ [...]

તમારા માટે

ખ્વાબોમાં આવીને તને જગાડી જઇશ
દિવસે પણ તને સપના દેખાડી જઇશ
જિંદગીની કોઇ પળમાં જો ઉદાસ હોય તું
તારી એક મુસ્કાન માટે દુનિયાથી લડી જઇશ
જીવનની ગ્રીષ્મમાં પણ નાચી ઊઠીશ હરણી થૈ
ભીના શંખ-છીપલાથી તારો ખોબો ભરી જઇશ
તારા જીવનનો મારગ ભલેને હો કાંટાળો
પગ ઉપડશે એ પહેલા જ ફૂલો હું વેરી જઇશ
એકાંતની પળમાં પણ એકાંત ન લાગે માટે
આંગણની આંબાડાળે ગઝલના ટહુકા [...]

હાઈકુ - ૨

ટપકે આંસું,
બને દરિયો ખારો-
મને ના ગમે.
હું લખ્યા કરું,
તમે છુપાવ્યા કરો-
એ થોડું ચાલે?
તારી ઝુલ્ફોં
કાળું વાદળ,તારો
ચહેરો ચાંદ.
આંખે બાવળ,
હૈયે ઉઝરડાં, એ
ઉગાડી ગયો!
ઉર્મિતોફાન-
હૈયાનો કાંઠો તોડી,
ઉમટી પડ્યું.
મારી હેતનું
નાજુક ફુલ, તારું
હૈયું પથ્થર!
નયન દ્વારે
આંસું વહેતાં,એ છે
કેવો નિર્લજ્જ.
પ્રેમનું બીજ
વાવી, મેં પાક લણ્યો
બેવફાઈનો.
દીપ્તિ પટેલ ‘શમા’

વિરહની વેદના……………

કોણ કહે છે કે હું વિરહની વેદનામા સળગુ છું ?
આતો અમસ્તો જ જરા શરીર તાપુ છું.
કોણ કહે છે કે હું પ્રેમનો તરસ્યો છું ?
આતો અમસ્તો જ મૃગજળ પી રહ્યો છું.
કોણ કહે છે કે હું વસંતની રાહ જોવું છું ?
આતો અમસ્તો જ પર્ણૉ તોડી પાનખર લાવી રહ્યો છું.
કોણ કહે છે કે મને આપના આગમનની આતુરતા છે [...]

તું ખુશી છે મારી ને દુઃખ પણ તું જ છે

તું ખુશી છે મારી ને દુઃખ પણ તું જ છે
તું જિંદગી છે મારી ને મોત પણ તું જ છે
તું આનંદ છે મારો ને ઉદાસી પણ તું જ છે
તું નીંદ છે મારી ને ઉજાગરા પણ તું જ છે
તું સ્વપ્ન છે મારું ને હકીકત પણ તું જ છે
તું શ્વાસ છે મારો ને રુંધાવે પણ તું જ છે
તું [...]

હાયકુ

શ્રીમંતોને છે
પૈસો હાથનો મેલ,
રંકનો મેલ ?
જેના મન છે
મેલા, તન ઉજળા;
એ નથી મિત્ર.
પાપ ધોવા તો
ન્હાય ગંગામાં, પાછા
પાપ કરે છે.
-કપિલ દવે

તૃપ્તિ….!!!

ખબર છે કે…નહીં ભૂંસાય દિલના દાગો હવે…
છતાં યે દિલની શાંતિ કાજ અશ્રુઓ વહેવડાવતો રહ્યો હું…!
આખો દિ તુજ રૂપને નિરખવામાં ગાળ્યો…
પછી સ્વપ્ન મંહી તને જ શોધતો રહ્યો હું…!
નથી બંધાણા કદીયે મિનારાઓ કોઈ યે કવિ ના
છતાં યે અરમાનો ની દિવાલો ચણતો રહ્યો હું…!
ખુદાને જો યાદ કરત તો આજે …જન્નત.. મળી જાત…
પણ ખુદ..ખુદા.. કરતાં યે વધારે તને સ્મરણ [...]

અર્ધાંગીની….

આભાસી સંબંધો માં ક્યાં સુધી અટવાઈશું !!
ઝરણું અવગણશુ તો નદી ને કેમ મેળવશું?
વર્ષાને વિસરી વાદળ પાછળ કેમ દોડીશું !!
વૃક્ષને અવગણશુ તો છાંયડો કેમ મેળવશું?
સૂરજ છોડી પડછાયા પાછળ ગાંડા થઈશું !!
અરીસો તોડશું તો પ્રતિબિંબ કેમ મેળવશું?
થડ જેવા જડ શું કામ થઈશું !!
જળને નહિ જાણીએ તો પ્રવાહીતા કેમ મેળવશું?
પવિત્ર પ્રેમ છોડી વ્યર્થ વાસનામાં ભટકશું !!
તો જીવનની સાર્થકતા [...]

જરૂરી નથી….

જરૂરી નથી અહીંયા સૌને પ્રેમ મળે
નફરતના પણ હકદાર છે ઘણા આ
મતલબી દુનિયામાં
કહે છે આ દુનિયા મને ભૂલી જા હવે એને
પણ હું શું કરું કઈ રીતે ભૂલું એને
ફેલાવી જેણે મારા જીવનમાં રોશની.
જન્માવ્યો જેણે મારામાં અનોખો પ્રેમ
એ પ્રેમની પ્રતિમાને કઈ રીતે ભૂલું
છોડી મુજને જતા રહ્યા ભલે
એ મારા જીવનમાંથી
પણ મારા દિલમાં ધડકન એમની છોડી ગયા
ભલે એ ખુશ છે [...]

અઘરો સવાલ…

હું શાયર દુનિયામાં પ્રેમને શોધવા આવ્યો છું,
નથી ખબર મને શું છે પ્રેમ
ફક્ત તેનો અણસાર લઈને આવ્યો છું,
પ્રેમ થકી લાગણી ઘણી છે મને
પણ બેવફાઓના નામ શોધવા આવ્યો છું,
પ્યાર કોનો પૂરો થયો છે ?
તેનો જવાબ લેવા આવ્યો છું,
પ્યારનો પહેલો અક્ષર જ અધૂરો કેમ છે
એ ‘અઘરો સવાલ’ લઈને આવ્યો છું,
શું છે જિંદગી ? એની મને ખબર નથી
પણ મોતની [...]

તારા પ્રેમમાં ભીંજાવવા હું તરસ્યો છું

તારા પ્રેમમાં ભીંજાવવા હું તરસ્યો છું.
તારામાં હોશ ખોવા હું મદહોશ છું.
તારો સાથ પામવા હું એકલો છું.
તારા મોહપાશમાં જકડાવવા હું મુક્ત છું.
– શૈલ્ય

મતલબ…..

મને ના મળ્યું ‘એ’, એનો મતલબ તમને પણ નહીં મળે?
‘એ’ કોઇ ‘વિશ્વામિત્ર’ નથી કે ‘મેનકા’થી યે ના ચળે?
જાણું છું, તમે વિચારો છો, હું શું કહી રહી છું આ પળે?
છોઙો,જીવી લઈયે, સુંદર આ જીવન ફરી મળે ના મળે !!!
– દીપ્તિ પટેલ ‘શમા’

હાઈકુ

ફૂલની રક્ષા
કંટકો કરતાં, એને
બધાં વગોવે.
કેટલું મારા
મનને સમજાવું?
મારું ના થતું!
રણ શબ્દોનું
અફાટ, હું તો તેમાં
ચાલ્યા જ કરું!
બધી વાતોનાં
સરવૈયાં? જિંદગી
ગણિત નથી!
ચાર અક્ષર
લખ્યા એટલે હાઈકુ?
શું તમે પણ?
માદક પ્રેમ,
એથી માદક પ્રેમી,
એથી વધું શું?
-દીપ્તિ પટેલ ‘શમા’

મારી તમ્મનાઓનોય ભાર હશે… !!!

દુનીયા ની દરેક ગલીઓમાં મુજ પ્રેમ નો પ્રચાર હશે
દબાયેલ કાતિલ યાદ નો મરણીયો પોકાર હશે… !
સ્વપન તો તુટ્યુ હતુ… મેઘલી મધરાતે જ…
મનને માંડ મનાવ્યુ કે જવા દે યાર એ સવાર હશે… !
તમારી યાદ તો રિબાવી રિબાવી ને તડફડાવે છે…
મોત નો.. જ.. આ.. નક્કી બીજો પ્રકાર હશે… !
નંહિતર પુછત નંહિ ડાઘુઓ મારી લાશ ને ઉંચકતા જ [...]

અહેસાસ થાય છે મને….!!!!

આજે કૈક ખોવાનો અહેસાસ થાય છે મને,
એક ધબકાર ચુક્યા નો અહેસાસ થાય છે મને,
આંસુ શું છે એની મને ખબર ન હતી,
પણ આંખ ના ખુણે ભીનાશ નો અહેસાસ થાય છે મને….!!!!
-ધ્વનિ જોશી.

No Comment

Post a Comment