Gujarati Ghazal 4u

www.ghazalspecials.blogspot.com

By Ritesh Patel

જીવન જીવતાં જઇએ સાથે

જીવન જીવતાં જઇએ સાથે,
પ્રેમ અને લગણી વધરતાં જઇએ.
બધાંને સાથે લેતાં જઇએ,
રહીગયા તેને સલામ કરતાં જઇએ.
દુઃખનાં વાદળા હટાવતાં જઇએ,
સુખનો દરીયો છલકાવતાં જઇએ.
જરમ-જરમ ખોટું લગડતાં જઇએ,
ધોધમાર પ્રેમ વરસાવતાં જઇએ.
અત્યારે મન ભરીને જીવી લઇએ,
મરણતો આવે ત્યારે વાત.
તને શું કહું એ ‘દમન’,
જીવતો જા બસ જીવતો જા.
-સર્વદમન

અરે મારા દિલ ! જરા થોભ

અરે મારા દિલ ! જરા થોભ,
આ સંસારમાં પ્રેમ કરવાનો
વારો તારો પણ આવશે.
મળશે જ્યારે તને કોઈકનો સંગાથ,
એકરાર કરવાનો વારો તારો પણ આવશે.
આવશે તારી જિંદગીમાં
સાગરની લહેર બનીને,
વમળોમાં ફસાઈ જવાનો
વારો તારો પણ આવશે.
પાથરશે તેની લાગણીથી તે પ્રેમરૂપી તડકો,
ઝાકળ બની સુકાઈ જવાનો
વારો તારો પણ આવશે.
જિંદગીમાં મધદરિયે છોડીને
જતી રહેશે ત્યારે
સાહિલ સુધી પહોંચતા
ડૂબવાનો વારો તારો પણ આવશે.
સાત જનમ સુધી વાટ જોતા [...]

ભીંજાવુ છે વ્હાલમના પ્રેમ મા ચાતકની જેમ્

ભીંજાવુ છે વ્હાલમના પ્રેમ મા ચાતકની જેમ્,
જોયા કરુ એમને રાત્-દિ’ બસ હોલા ની જેમ્,
વરસતા વરસાદે ઢેલ બની થનગની જઉ,
એમના મિલનની ખ્વાહિશ્ મા,
સપનામા મળવાની ગુજારીશમા,
ખોવાઈ જઉ એમની યાદોમા,
આવુ વિચારુ ત્યારે ખીલી ઉઠુ,
જાણે પંખી બની ઉડતી રહુ,
એમના સ્પર્શ થી તન રણઝણી ઉઠે,
જાણે કે વનમાં ક્યાંક કલાપી કળા કરે,
એક અલગજ જાતનો નશો ચઢે,
વગર પિયુની કમળ પાંદડી પણ કનડે.
- ડૉ. [...]

No Comment

Post a Comment